બોર્ડર કોન્ફરન્સ બાદ જિલ્લાના દરિયા કિનારે આવેલ 14 જેટલા લેન્ડિંગ પોઇન્ટ પર સંઘપ્રદેશ, મહારાષ્ટ્રની પોલીસ સાથે વલસાડ પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું
વાપીમાં બુધવારે 27મી ડિસેમ્બરે વલસાડ જિલ્લા સહિત 6 સરહદી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોન્ફરન્સ નું આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિત 75થી વધુ પોલીસ અધિકારીઓ સાથે વલસાડ જિલ્લાના SP ડૉ. કરણરાજ વાઘેલાએ કાયદો વ્યવસ્થા અંગે સંકલન સાધવા ચર્ચા કરી હતી. જેના ભાગ રૂપે 28મી ડિસેમ્બરે સરહદી રાજ્યના જિલ્લાઓની અને સંઘપ્રદેશ ની પોલીસ સાથે વલસાડ પોલીસે વલસાડના કોસ્ટલ વિસ્તારમાં આવેલ 14 જેટલા લેન્ડિંગ પોઇન્ટ પણ સઘન ચેકીંગ કર્યું હતું. તેમજ માછીમારોને દરિયાઈ ગતિવિધિ અંગે જાણકારી આપવા સૂચના આપી હતી.
બુધવારે તા.27/12/2023ના વાપી ખાતે પાલઘર, નાસીક, દમણ, સેલવાસ, વલસાડ અને ડાંગ એમ કુલ-06 જિલ્લાના બોર્ડર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ સીનીયર અધિકારીઓ વચ્ચે કોન્ફરન્સ યોજાય હતી. જે કોન્ફરન્સમાં રાજયોની બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનો એકબીજા સાથે સહકારથી કામગીરી કરે તથા સંયુકત નાકાબંધી, સંયુકત કોમ્બીંગ ઓપરેશન, સંય...