
PM ઋષિ સુનક બાદ બિઝનેસમેન સંજય મોઢવાડિયાની પોલિટિકલ પર્સનાલિટી સૌને આકર્ષી રહી છે
'સર્વ-સમાજ બંધુ'ની છવિ ધરાવનાર બિઝનેસમેન, સમજસેવી, પોલિટીશયન સંજય મોઢવાડિયા નોર્થ એવિંગ્ટનથી લેસ્ટર સિટી કાઉન્સિલ કંઝર્વેટીવ પાર્ટીના કાઉન્સિલર છે. સંજય મોઢવાડિયાના વિચારો સર્વ-ધર્મ સમભાવના છે. લેસ્ટરમા કોમી તંગદિલી ખતમ કરાવવા સંજય મોઢવાડિયા ઘણાં પ્રયત્નશીલ રહ્યા છે. લોકો અને પોલીસ-પ્રશાસન સાથે સંજય મોઢવાડિયા સારું સંકલન સાધી શકે છે.
લેસ્ટરના બિઝનેસ- પૉલિટિકલ પર્સનાલિટી સંજય મોઢવાડિયાની indo-english બન્ને કોમ્યુનિટીમા લોકપ્રિયતા વધતી જણાઈ રહી છે. પીએમ ઋષિ સુનકથી પણ તેમના નજીકના સંબંધો છે. ઋષિ સુનક તેમના અભિપ્રાય સાંભળે છે. ઋષિ-સંજય બન્ને કંઝર્વેટીવ છે. એથી બન્નેમા સારી ટ્યુનિંગ છે.
મિલનસાર અને હસમુખ સ્વભાવ તેમનો બીજો ગુણ છે. ગાંધીજીના પોરબંદરના વતની સંજય મોઢવાડિયા પરિશ્રમની મિશાલ છે. સંજય મોઢવાડિયા જાન્યુઆરી 1994 મા લંડન આવી ફેકટરી મૈનેજર, યૂનિયન લીડર, બિઝનેસમેન બન્યા...