દમણ પોલીસે 24 દિવસની શોધખોળના અંતે ગુમ થયેલ 11 વર્ષીય બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું
સંઘપ્રદેશ દમણના ડોરી કડેયા ગામથી ગત 24મી ફેબ્રુઆરીએ ગુમ થયેલ 11 વર્ષીય બાળકને દમણ પોલીસે સુરતથી પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. 24 દિવસ પહેલા ઘરેથી સાયકલ લઈને નીકળી ગયેલ બાળકને શોધી કાઢવા દમણ પોલીસે અખબારી જાહેરખબર, પોસ્ટર, લાઉડસ્પીકર પર લોકોને જાણકારી આપવા અનુરોધ કર્યો હતો. તેમજ ત્રણેક જેટલી ટીમ બનાવી દમણ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં શોધખોળ શરૂ કરી હતી. જેના અંતે ગુમ બાળક સુરતના કતારગામ સ્થિત એક સંસ્થામાંથી સુરક્ષિત મળી આવ્યો હતો.
આ અંગે દમણ પોલીસે વિગતો આપી હતી કે, ગત તારીખ 24.02.2023 ના મૂળ બિહારના અને હાલમાં દમણના ડોરી કડેયા ગામમાં એક રૂમમાં રહેતા સુપનકુમાર દુકિત સિંહે પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી કે તેમનો 11 વર્ષીય પુત્ર સાજન ગુમ થયો છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનું અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.
આ ફરિયાદ આધારે દમણ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમી...