Saturday, March 15News That Matters

Tag: After 2 years of corona period Chiku Festival is organized in Bordi on 18-19 February 2023 people will taste the taste of Chiku’s ice cream sweets and mukhavas

કોરોનાકાળના 2 વર્ષ બાદ 18-19 ફેબ્રુઆરી 2023ના બોરડીમાં ચીકુ ફેસ્ટિવલનું આયોજન, લોકો ચાખશે ચીકુની આઈસ્ક્રીમ, મીઠાઈ અને મુખવાસનો સ્વાદ

કોરોનાકાળના 2 વર્ષ બાદ 18-19 ફેબ્રુઆરી 2023ના બોરડીમાં ચીકુ ફેસ્ટિવલનું આયોજન, લોકો ચાખશે ચીકુની આઈસ્ક્રીમ, મીઠાઈ અને મુખવાસનો સ્વાદ

Gujarat, National
ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રનાં બોરડી ગામેં 18-19 ફેબ્રુઆરીએ ચીકુ ફસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વોકલ ફોર લોકલ અને ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિને, ખેતીક્ષેત્રે ખેડૂતોને પ્રોત્સાહન મળે, પ્રકૃતિ પ્રત્યે લોકો જાગ્રુત બને તેવા ઉદ્દેશ્યથી અહીં દર વર્ષે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે કોરોનાકાળના 2 વર્ષના અંતરાલ બાદ આ ફેસ્ટિવલ યોજાવાનો હોય ચીકુની વિવિધ વેરાયટીનો સ્વાદ માણવા દર વર્ષની સરખામણીએ બમણા મુલાકાતીઓ આવે તેવી ધારણા છે. જે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત શણગારેલા વિવિધ ચીજવસ્તુઓના 250થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. વલસાડના ઉમરગામને અડીને આવેલું મહારાષ્ટ્રનું બોરડી ગામ તેમના GI ટેગ મેળવેલા ચીકુ માટે દેશભરમાં જાણીતું છે. અહીં સુંદર દરિયા કિનારો છે. તો, ચીકુવાડીઓ, આંબાવાડીઓ સાથે ખેતીને પ્રોત્સાહન આપતા ખેતીના આધુનિક ફાર્મ છે. સ્થાનિક લોકોની કઈંક નોખી અનોખી સંસ...