
વાપીમાં ભંગારીયાઓ સામે થશે કાર્યવાહી! જે ભંગારીયાઓ પાસે GPCB ની ગાઈડલાઈન મુજબ લાયસન્સ હશે તે જ ધંધો કરી શકશે:- કનું દેસાઈ, નાણાપ્રધાન
વાપીની બદનામ બીલખાડીના રીગ્રેડીંગ, રીસેક્શનીંગ એન્ડ લાઇનીંગ માટે 22.24 કરોડના ખર્ચે ત્રીજા તબક્કાના કામનું રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનું દેસાઈના હસ્તે ખાત મુહરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે બીલખાડી અને દમણગંગા નહેર ને પ્રદુષિત કરનારા ભંગારીયાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અને જે ભંગારીયાઓ પાસે GPCB ની ગાઈડલાઈન મુજબ લાયસન્સ હશે તેને જ ધંધો કરવા દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વાપી નજીક કરવડથી બલિઠા સલવાવ સુધી મોટાપાયે ગેરકાયદેસર ભંગારના ગોડાઉન ધમધમે છે.
બીલખાડીના ત્રીજા તબક્કાની કામગીરી નું ખાત મુહરત કરવા આવેલા નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની મીડિયા સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી કે, વાપીમાં બીલખાડી આસપાસ અને દમણગંગા નહેર આસપાસ જેટલા પણ ગેરકાયદેસર ધમધમતાં ભંગારીયાઓ છે. તેમણે GPCB ની ગાઈડલાઈન મુજબ લાયસન્સ લેવું જરૂરી છે. જેનું રજ...