
કપરાડા તાલુકાના હુડા ગામના ઉપસરપંચને 4 હજારની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યો
પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 હપ્તા પેટે જમા થયેલ રકમમાંથી અરજદાર પાસે 5 હજારની લાંચ માંગનાર કપરાડા તાલુકાના હુડા ગામના ઉપસરપંચને ઝડપી પાડવા કપરાડા ST ડેપોમાં છટકું ગોઠવી બોલાવ્યો હતો. જ્યાં 4 હજારની લાંચ લેતા ઉપસરપંચ હરિભાઇ સખારામભાઇ ગાંગોડેને ACB એ ઝડપી પાડ્યો છે.
આ સફળ ટ્રેપ અંગે એ.સી.બી.એ વિગતો આપી હતી કે, એક જાગૃત નાગરિક પાસેથી કપરાડા તાલુકાના હુડા ગામના ઉપસરપંચ હરિભાઇ સખારામભાઇ ગાંગોડેને 4000 રૂપિયાની લાંચ સ્વીકારતા ACB ની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ લાંચિયા ઉપસરપંચ સામે હુંડા ગામ રહેતા એક જાગૃત નાગરિકે ACB માં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કૌટુંબીક ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી મકાન મંજુર થયેલ અને જે યોજનાના રૂપિયા બે હપ્તામાં તેઓના બેંક એકાઉન્ટમાં રૂા. 1.10 લાખ જમા થયા હતાં.
જે મકાન મંજુર થતા તેના વ્યવહાર પેટે આ કામના આ...