મોરાઈ ગામે તળાવ ખોદવાના કોન્ટ્રાકટ પેટે 7 લાખની લાંચ ના 2 લાખ લેવા ગયેલ સરપંચના મળતીયા ને ACB એ દબોચી લીધો
વાપી તાલુકાના મોરાઇ ગામની ગ્રામપંચાયત કચેરીની સામે આવેલ વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં ACB એ લાંચ નું છટકું ગોઠવી ગામના સરપંચ પ્રતીક પટેલ વતી 2 લાખની લાંચ સ્વીકારનાર જગદીશ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ACB ના આ છટકામાં મોરાઈ ગામના સરપંચે ગામના તળાવ ને ઊંડું કરવાના કોન્ટ્રાકટ પેટે 10 લાખની લાંચ ની માંગણી કરી હતી. જે રકઝકના અંતે 7 લાખમાં નક્કી કરી હતી. જે પેટેના 2 લાખ લેવા સરપંચે પોતાના મળતીયાને મોકલ્યો હતો.
વલસાડ જિલ્લામાં ચકચાર જગાવતી લાંચ ની આ ઘટના અંગે ACB એ વિગતો આપી હતી. એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે મોરાઈ ગામના સરપંચ પ્રતિકભાઇ રમેશભાઇ પટેલ સાથે બાલદી તાળવ ઉંડુ કરવા અંગે ખોદકામનો કોન્ટ્રાક્ટ મેળવવા વાતચીત કરી હતી. જેમાં ખોદકામનો કોન્ટ્રાક્ટ આપવા અંગે ગ્રામપંચાયતમાં ઠરાવ કરી કોન્ટ્રાક્ટ આપવાના અવેજ પેટે સરપંચ પ્રતિકે પ્રથમ દસ લાખની લાંચની માંગણી કરી ...