દારૂના કેસમાં હેરાનગતિ નહિ કરવા પેટે દોઢ લાખની લાંચ માંગનાર નાનાપોંઢા પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબલના વચેટિયાને ACB એ દબોચી લીધો
વલસાડ અને ડાંગ ACB PI કે. આર. સક્સેના અને તેમની ટીમે નાનાપોંઢા પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબલ વતી ફરિયાદી પાસેથી દોઢ લાખની લાંચ સ્વીકારનાર એક વચેટિયાને દબોચી લેતા પોલીસ બેડા માં ફફડાટ ફેલાયો છે. નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI યોગેશ ઇશ્વર માહલા અને હેડ કોન્સ્ટેબલ અતુલ હસમુખ પટેલે નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં દાખલ પ્રોહિબિશનના ગુન્હામાં ફરીયાદીની પત્નીનું નામ નહી ખોલવા તેમજ હેરાનગતી નહી કરવા માટે 1.50 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલીથી નાનાપોંઢા જવાના રસ્તા ઉપર ACB એ લાંચ નું છટકું ગોઠવી વચેટિયાને દબોચી લીધો હતો.
ACB તરફથી અપાયેલ વિગતો મુજબ એક ફરિયાદીએ ACB માં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ વિરૂધ્ધ નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે. જે ગુનામાં તેઓ સ્વિફ્ટ કારમાં પાયલોટીંગ કરતા હોવાનુ દર્શાવેલ તે સ્વિફ્ટ ક...