વાપી GIDCના 70 જેટલા ઉદ્યોગોની વિવિધ પ્રોડકટમાં થાય છે મિથેનોલનો ઉપયોગ
બોટાદ, બરવાળા લઠ્ઠાકાંડમાં મિથેનોલ નામનું કેમિકલ વપરાયું હોય વાપી GIDC માં વિવિધ ઉત્પાદનો માટે આ કેમિકલ મંગાવતા ઉદ્યોગકારો સાથે વાપી ડિવિઝનના ASP, પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે એક બેઠકનું આયોજન કરી વિવિધ સૂચનો સાથે આવા એકમો પાસેથી મિથેનોલના વપરાશ અંગેની વિગતો મેળવી હતી.
વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC સહિત જિલ્લામાં 100 જેટલા એકમો મિથેનોલનો વિવિધ પ્રોડક્ટમાં ઉપયોગ કરે છે. એકલા વાપી GIDC માં જ 70 જેટલા એકમો મિથેનોલ વપરાશ કર્તા છે. વલસાડ જિલ્લામાં દર મહિને સરેરાશ 15 લાખ લિટર મિથિનોલનો વપરાશ થાય છે. જેમા 12 મોટા એકમોનો સમાવેશ થાય છે. તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ 10 જેટલા એકમો દર મહિને સરેરાશ 1-1 લાખ લિટર મિથેનોલનો વપરાશ કરે છે. જે કુલ 10 લાખ લિટર થાય છે. બાકીના 90 એકમો મળી 4.50 લાખ લિટરનો વપરાશ કરે છે. જેમાં 70 એકમો વાપી GIDC માં કાર્યરત હ...