વલસાડ બેઠક પર આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ મતદારોનો ભાજપ પરથી ભરોસો ડગમગાવ્યો? કોંગ્રેસ હાંસિયામાં?
178- વલસાડ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનું યુધ્ધ ખેલાઇ રહ્યું છે. આ ચૂંટણી માં ભાજપે તેમના 2 ટર્મના જુના જોગી ભરત પટેલને ત્રીજી વાર હેટ્રિક માટે રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે કમલ પટેલને તો, આમ આદમી પાર્ટીએ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાં ને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. વલસાડ બેઠક પહેલેથી જ ભાજપની સિક્યોર બેઠક મનાતી આવી છે. પરંતુ જેમ ક્રિકેટમાં જીત ટીમ ના પ્રદર્શન પર રહે છે. અને પરિણામ અચાનક પલ્ટી જાય એવી ધારણા વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર માટે છે.
વલસાડ બેઠક પર 1,33,422 પુરુષ મતદારો, 1,30,854 સ્ત્રી મતદારો મળી કુલ 2,64,278 મતદારો છે. વલસાડ બેઠક પર ભાજપના ભરત પટેલના કાર્યકાળ દરમ્યાન રોડ, ગટર, આરોગ્ય, શિક્ષણ, રોજગારી જેવી મહત્વની તમામ યોજનાઓનો લાભ મળ્યો છે. જો કે વલસાડ બેઠકમાં દરિયા કાંઠાનો વિસ્તાર કહેવતો, નાની દાંતી, મોટી દાંતી, તિથલ બીચ સહિતના કાંઠા વિસ્તારમ...