
વલસાડમાં આમ આદમી પાર્ટીના કેઝરીવાલના રોડ શૉ માં ઉમટી ભાજપનો ભ્રમ ભાંગે તેવી જનમેદની?
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે બુધવારે વલસાડ જિલ્લામાં રોડ શૉ માં હાજરી આપી વલસાડના વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવાર રાજેશ મંગુભાઇ પટેલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર ને લઈ આયોજિત આ રોડ શૉ માં મોટી સંખ્યામાં લોકો કેઝરીવાલ ને જોવા અને સાંભળવા એકત્ર થયા હતાં. કેઝરીવાલના રોડ શૉ માં ઉમટેલી જનમેદની જોતા ભાજપના નેતાઓનો ભ્રમ ભાંગે તેવો એહસાસ મતદારોને અને ખુદ ભાજપના નેતાઓને થયો હતો.
આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં બહુમતી સાથે જીત મેળવવા માટે મેદાનમાં ઉતરી ચુકી છે. ‘આપ’ના કાર્યકરો દિવસ રાત ગુજરાતના બાળકો માટે, મહિલાઓ માટે, યુવાઓ માટે, ખેડૂતો માટે આપવામાં આવેલી ગેરંટીઓની માહિતી પહોંચાડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં પરિવર્તન લાવવા વિવિધ વિધાનસભા વિસ્તારમાં રોડ શૉ કરી ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપોના ફટકા અને વાકબાણ કરી આપ ના ઉમેદવારોને જીત અપ...