
આમ આદમી પાર્ટીએ વલસાડ જિલ્લાની ધરમપુર, કપરાડા અને પારડી વિધાનસભા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. વલસાડ જિલ્લાના પારડી, ધરમપુર અને કપરાડા વિધાનસભા બેઠકના ઉમેદવારોના જાહેર કરેલા નામમાં ભાજપ-અપક્ષના કાર્યકરોના નામ હોય રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આમ આદમી પાર્ટી દ્વારા આઠમી યાદી જાહેર કરી છે. જેમાં વલસાડ જિલ્લાની 3 બેઠક ઉપર ઉમેદવારોના નામ પર મહોર મારી છે. જાહેર કરેલા ઉમેદવારોના નામોમાં પારડી વિધાનસભા બેઠક ઉપર વાપી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતન પટેલને વિધાનસભા ચૂંટણી 2022ના ઉમેદવાર જાહેર કર્યા છે.
ધરમપુર વિધાનસભા બેઠક ઉપર આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશ પટેલને આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કપરાડા બેઠક ઉપર આદિવાસી સમાજના અગ્રણી જ્યેન્દ્ર ગામીતને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે વલસાડ જિલ્લાની કુલ 5 પૈકી 4 બેઠ...