
બિરસા મુંડા સર્કલના વિવાદને લઈ આમ આદમી પાર્ટીએ સમસ્ત આદિવાસી સમાજના સભ્યો સાથે વાપી નગરપાલિકામાં આપ્યું આવેદનપત્ર
વાપી નગરપાલિકા દ્વારા તા.30/04/2022ના સામાન્ય સભામાં ઠરાવ નં. 6(4) ના અનુસંધાનમાં નામધા રોડ પર બિરસા મુંડા સર્કલ નામાંકરણ કરવાનો ઠરાવ કર્યા બાદ તે સર્કલનું નામકરણ કર્યું નથી, સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તે અંગે અનેક વખત રજુઆત કરી છે. તે બાદ પણ પોલીસ તંત્ર દ્વારા તેમની હેરાનગતિ કરવામાં આવતી હોવાની રાવ સાથે આમ આદમી પાર્ટી અને સમસ્ત આદિવાસી સમાજ સંગઠનના સભ્યોએ વાપી નગરપાલિકામાં આવેદનપત્ર આપી વહેલી તકે ઠરાવ મુજબ સર્કલનું નામ બીરસા મુંડા જાહેર કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.
વાપી નગરપાલિકામાં આ આવેદનપત્ર આપવા આવેલા આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેંદ્ર ગાંવિતે જણાવ્યું હતું કે, નગરપાલિકાએ ઠરાવ કરી નામધા ખાતે બિરસા મુંડાની પ્રતિમા સાથે સર્કલ બનાવવાની જાહેરાત કરી હતી. જે બાદ તેમાં કોઈ વિરોધ કે અડચણ ને કારણે તે કામગીરી થઈ નથી. આ ચોકમાં તા.09/08/2023 ના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવ...