ઉમરગામ તાલુકાના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીનાની બેગ લઈ યુવક ફરાર, ઘટનાં CCTVમાં કેદ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે રહેતા તેમજ ક્વોરી વ્યવસાય સાથે જોડાયેલ રાજેશભાઈ મોહનભાઈ પટેલને ત્યાં 10મી ડીસેમ્બરની રાત્રીએ તેમની પુત્રી એકતાનાં લગ્ન હતા. જેમાં વર પક્ષ દ્વારા કન્યાને ચઢાવવાના અંદાજિત 23 તોલા જેટલા દાગીના ભરેલ બેગ કોઈ યુવક ઉઠાવી જતા ભિલાડ પોલીસ મથકમાં ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાપીનાં ચલામાં રહેતા રામચંદ્ર પટેલનાં પુત્ર ચિરાગના ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે રહેતા રાજેશભાઈ મોહનભાઈ પટેલની પુત્રી એકતા સાથે લગ્ન ગોઠવ્યા હતાં. 10 મી ડિસેમ્બરે આ લગ્ન હતા. રાત્રિના નવ વાગ્યા બાદ જાન લઈને વરપક્ષ મંડપમાં પહોંચ્યા હતા. કન્યાપક્ષ દ્વારા જાનનું ભવ્ય સ્વાગત કરી જાનૈયાઓને આવકાર્યા હતા.
જેમાં લગ્ન કરાવી રહેલા મહારાજ દ્વારા કન્યાને મંગળસૂત્ર પહેરાવવા મંગળ સૂત્રની માંગણી કરી હતી. વર પક્ષ દ્વારા સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લેવા જતા બેગ જગ્યા ઉપર મળી ન હતી. રા...