Friday, March 14News That Matters

Tag: A woman laborer working on the second floor of Rata Dungra police housing in Vapi fell down was shifted to hospital in an unconscious condition

વાપીના રાતા ડુંગરા પોલીસ હાઉસીંગમાં બીજા માળે કામ કરતી મજૂર મહિલા નીચે પટકાઈ, બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

વાપીના રાતા ડુંગરા પોલીસ હાઉસીંગમાં બીજા માળે કામ કરતી મજૂર મહિલા નીચે પટકાઈ, બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

Gujarat, National
શનિવારે સવારે વાપી નજીક રાતા-ડુંગરા ખાતે બની રહેલ પોલીસ હાઉસીંગની એક ઇમારતના બીજા માળેથી એક મજૂર મહિલા નીચે પટકાઈ હતી. મહિલા મજૂર ઇમારતના નવા કન્સ્ટ્રકશન માં પાણી છાંટતી હતી. ત્યારે અચાનક પગ સ્લીપ થતા નીચે જમીન પર પટકાઈ હતી. નીચે પટકાયેલ મહિલાને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. જ્યારે કોન્ટ્રાક્ટરે મહિલાના સારવાર ખર્ચ અંગે હાથ ઊંચા કરી દીધા હોવાનો આક્ષેપ ઇજાગ્રસ્ત મહિલાના પરિવારે કર્યો હતો. ઘટના અંગે મળતી વિગતો મુજબ મૂળ કપરાડા તાલુકાના કેતકી આંબલી ગામે રહેતા વિજય ધરમાં વરઠાની બહેન સુમિત્રા અને તેનો પતિ જયદીપ છેલ્લા સાતેક વર્ષથી દિપક લાડ નામના કોન્ટ્રાકટર પાસે મજૂરી કામે આવતા હતાં. કોન્ટ્રાકટર દિપક લાડ સરકારી કોન્ટ્રાકટર હોય હાલમાં વાપી નજીક રાતાં ડુંગરા ખાતે પોલીસ હાઉસીંગનું કન્સ્ટ્રકશન કામ કરે છે. જેની પાસે સુમિત્રા બાંધકામમાં પાણી છાંટવાનું અને સાફસફાઈ...