વાપી ટાઉન પોલીસની અનોખી પહેલ, બેંક માં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 2 ટીમ દ્વારા મુલાકાત લઈ ચેકીંગ સાથે માર્ગદર્શન પૂરું પાડે છે
વાપી ટાઉન પોલીસે હાલ બેંક માં કે બેંક આસપાસ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે 2 ટીમ તૈયાર કરી છે. આ ટીમ દરરોજ વિવિધ બેંકની શાખામાં જઇ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી સાથે બેન્ક કર્મચારીઓને ઉપયોગી માર્ગદર્શન આપી રહી છે.
વાપી ટાઉન વિસ્તારમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંક મળી અંદાજિત 31 જેટલી બેકની શાખાઓ આવેલી છે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને, બેંકના કામકાજ માટે આવતા કર્મચારીઓ, ગ્રાહકો કોઈપણ પ્રકારના ડર વિના નાણાકીય અને અન્ય લેવડદેવડ કરી શકે તે માટે વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેકટર ભુપેન્દ્રસિંહ સરવૈયાના માર્ગદર્શન અને સૂચના મુજબ અનોખી પહેલ કરવામાં આવી છે.
ટાઉન પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલની 2 ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમમાં એક ટીમ વાપી ચાર રસ્તાથી ડાભેલ ગેટ સુધીના ચલા રોડ સહિતના પટ્ટામાં આવતી તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી,...