ગામની સુરક્ષા માટે બહાર ગામથી આવતા અજાણ્યા લોકોને ઓળખ કાર્ડ આપવાની નારગોલ પંચાયતની અનોખી પહેલ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા બહાર ગામથી આવતા અજાણ્યા લોકોને ઓળખ પત્ર આપવાની કામગીરીને વેગ અપાયો છે. ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી યતીન ભંડારીની આગેવાની હેઠળ ગામના આગેવાનોના હસ્તે બહાર ગામથી આવતા લોકોને ઓળખ પત્ર આપવામાં આવ્યા હતાં.
ગ્રામ પંચાયત નારગોલ દ્વારા 2007 થી અવિરત ચાલી રહેલ ENTRY WITH I-CARD YOJNA ના વખાણ ખુદ તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યા હતા. ગામમાં કોઈ બહારના વ્યક્તિ આવી ગામની અંદર કોઈ ચોરી, લૂટ કે અન્ય ગુનાહિત પ્રવૃતિને અનજામ નહીં આપે તેની પૂરતી તકેદારી માટે ગ્રામ ગ્રામ પંચાયત નારગોલ દ્વારા વર્ષ 2006-07 માં તત્કાલિન સરપંચ યતીનભાઈ બી. ભંડારીના નેતૃત્વમાં “ગ્રામ સુરક્ષા સમિતિ”ની રચના કરવામાં આવી હતી જેમાં સ્થાનિક યુવાન યુવતીઓને ગ્રામ સુરક્ષા સમિતિના સ્વયં સેવક તરીકે ભરતી કરવામાં આવી હતી.
...