GSBTM ના સહયોગથી રોફેલ ફાર્મસી કોલેજ અને EDII દ્બારા બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ શ્રી. જી. એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસી વાપી અને EDII દ્બારા ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશનનાં સહયોગથી તા. 29 અને 30 જાન્યુઆરી, 2024ના રોજ રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો.
ગુજરાત રાજય દ્બારા સ્થાપિત ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી વિભાગની શાખા એવી ગુજરાત રાજય બાયોટેકનોલોજી મીશન કે જે બાયોટેકનોલોજીનુ મહત્વ બાયોટેકનોલોજીમાં ધંધાકી તકો તેમજ બોયોટેકનોલેાજી શાખાનું આવનારા દિવસોમાં મહત્વ સમજાવવાનાં પ્રયાસ કરવામાં આવ્યાં હતા.
ઉપરોક્રત વિષયનાં અનુસંધાનમાં વાપીની આજુબાજુનાં વિધાર્થીઓમાં બાયોટેકનોલોજી શાખા વિશેની જાગૃતતા લાવવાનાં હેતુસર રોફેલ શ્રી. જી. એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસી દ્બારા બાયોટેકનોપ્રીનરશીપ અવરનેશ પ્રોગ્રામ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.અનસુયા ભાડલકર કે જેઓ ગુજરાત રાજયની ગુજરાત રાજય બાયોટેકનોલોજી મીશનમાં ...