
શ્રીમતી BNBS ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ માટે વાપી GIDCની એક્ક્ષીમેડ કંપનીમાં બે દિવસની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ યોજાઈ
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ વાપીના પ્રથમ વર્ષના બી. ફાર્મસી અને એમ. ફાર્મસી ના વિદ્યાર્થીઓ માટે તારીખ-6 અને 7 જુન 2023ના બે દિવસ માટે વાપી GIDC ખાતે આવેલી એક્ક્ષીમેડ ફાર્માસ્યુટીકલ્સ કંપનીમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ માટેનું સમગ્ર નેતૃત્વ કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મ (ક્વોલીટી એસ્યોરન્સ) હેડ પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્ય ડો. સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે એમ ફાર્મ (ફાર્માસ્યુટીક્સ) હેડ પ્રોફેસર ડૉ. અનુરાધા પી. પ્રજાપતિ, આસીસ્ટન્ટ પ્રોફેસર શિવાની ગાંધી, આસીસ્ટન્ટ પ્રોફેસર પ્રીતિ સિંગ, આસીસ્ટન્ટ પ્રોફેસર ખુશ્બુ પટેલ, આસીસ્ટન્ટ પ્રોફેસર હર્ષ લાડ અને બી.ફાર્મ અને એમ.ફાર્મ ના કુલ 124 વિદ્યાર્થીઓને લઇ કંપનીની મુલાકાત લીધી હતી.
આ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી વિઝી...