
વાપીમાં મુખ્ય બજારમાં આવેલ જવેલર્સની દુકાનમાં ત્રાટકયા તસ્કરો, લાખોના દાગીનાની ચોરી?
વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીએ જવેલર્સની દુકાનમાંથી લાખોની ચોરી કરી હોવાની જાણકારી મળતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇ તપાસ હાથ ધરવા સાથે ચોર ટોળકીને દબોચી લેવા પ્રયાસ શરૂ કર્યા છે.
વાપીમાં ગુરુવારે વહેલી સવારે જવેલર્સની દુકાનમાં લાખોના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં વહેલી સવારે દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. અને દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતાં. વધુ તપાસ કરતા દુકાનમાં એક બાકોરું પડેલું હતું. એટલે દુકાન માલિકે તાત્કાલિક વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી.
વરસાદી માહોલ વચ્ચે જવેલર્સની દુકાનમાં હાથફેરો કરનાર ચોર ટોળકીએ ચોરીને અંજામ આપવા પુષ્પમ જવેલર્સની પાછળના ભ...