
વલસાડ જિલ્લામાં 10 દિવસ સુધી 43 પ્રાથમિક શાળામાં એલિમિનેશન ઓફ લીમફેટીક ફાઇલેરિયાસિસ અંગે સર્વે કરાશે
વલસાડ જિલ્લામાં એલિમિનેશન ઓફ લીમફેટીક ફાઇલેરિયાસિસ અંતર્ગત તા. 14 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર 2022 દરમિયાન ટ્રાન્સમીશન એસેસમેન્ટ સર્વે વલસાડ જિલ્લા પંચાયતની મેલેરિયા શાખાના સુપરવિઝન હેઠળ થનાર છે.
આ સર્વે અંતર્ગત બાળકોની તપાસ ફાઈલેરિયા ટેસ્ટીંગ સ્ટ્રીપ (એફટીએસ કીટ) દ્વારા કરાશે. જો કોઈ બાળકમાં હાથીપગા રોગના લક્ષણો જણાશે તો તેવા બાળકોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવશે.
ગાંધીનગરથી મંજૂર થઈને આવેલા જિલ્લાના ફાઈલેરિયા રોગના જોખમી વિસ્તારની 43 પ્રાથમિક શાળાઓમાં 5 થી 7 વર્ષના બાળકોમાં હાથીપગા રોગની તપાસ કરાશે.
આ સર્વે દ્વારા જિલ્લામાં ફાઈલેરીયા રોગના સંક્રમણનો ચિતાર મેળવી શકાશે અને રોગની નાબૂદી કરવામાં મદદરૂપ બનશે.
કોને ચેપ લાગવાનો ભય છે?
લસિકાગ્રંથિનો ફાઈલેરીયાસિસ (એલએફ) સામાન્યપણે એલીફેન્ટીયાસિસથી ઓળખાય છે. આ રોગ સામાન્યપણે બાળપણમાં થાય છે. ...