
સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ,સલવાવ ખાતે “વિશ્વાસ ઓવરસીઝ” દ્વારા વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે વિશેષ સેમિનાર યોજાયો
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં સોમવારના રોજ “વિશ્વાસ ઓવરસીઝ” દ્વારા વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે વિશેષ સેમિનારનું આયોજન શિક્ષાપત્રી હોલમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના એકેડેમિક ડિરેકટર પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનું આયોજન કો-ઓર્ડીનેટર અસોસિએટ પ્રોફેસર શ્રીમતી શેતલ બી. દેસાઈ દ્વારા થયુ હતું.
આ સેમીનારમાં શ્રી જીગ્નેશભાઈ પઢીયાર જેઓ આત્મીય ઇન્સ્ટીટયુટમાં બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજેર તેમજ આત્મીય ઇન્સ્ટીટયુટમાં કાઉનસેલર આરીફ મલિક દ્વારા વિદેશમાં શિક્ષણ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ...