વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેમાં કામ કરતા કામદારો અને કોન્ટ્રાકટરના માણસો વચ્ચે સર્જાઈ બબાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ મનાતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પ્રોજેકટ હેઠળ કામ કરતા કામદારો અને કોન્ટ્રાકટર ના માણસો વચ્ચે બબાલ થતા કામદારોએ ઓફિસમાં તોડફોડ કરી હતી. ઘટનામાં એક કામદાર ઘાયલ થતા તેને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો છે. કામદારોને છેલ્લા 3 માસ ઉપરથી પગાર ન મળતા કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકમાં રજુઆત કરી હતી. જો કે પગાર બાબતે સમાધાન લાવવાનો બદલે કોન્ટ્રાકરે પોતાના ભાડૂતી માણસો બોલાવી કામદારોને ધમકાવવાનો પ્રયાસ કરતા મામલો બીચકયો હતો.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના કન્સ્ટ્રકશનમાં કામ કરતા કામદારોને 3 મહિનાનો પગાર નહિ મળતા કામદારોએ હડતાળ પાડી નરોલી પોલીસ મથકે રજુઆત કરી હતી. જે બાદ આ મામલે સેલવાસ પોલીસે લેબર ઓફિસરને તેમજ હાઇવે ઓથોરિટીના અધિકારી, કોન્ટ્રાકટર સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જેમાં નરોલી પોલીસ સ્ટેશ...