વાપી રેલવે અંડરપાસમાં સ્કૂલ બસ ફસાઈ, બસમાં સવાર વિદ્યાર્થીઓને સમયસર બહાર કઢાયા
વાપીમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 40mm વરસાદ વરસતા રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા હતાં. પાણીમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બસ ફસાઈ હતી. જેમાં શાળાએ જવા નીકળેલા 20 જેટલા વિદ્યાર્થીઓ ને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.
વાપીમાં વરસી રહેલા ધોધમાર વરસાદમાં રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા હોવા છતાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બસના ડ્રાઇવરે પાણીમાંથી બસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બસ પાણીમાં જ ફસાઈ ગઈ હતી. જેને કારણે સ્કૂલમાં શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સમય સર બસની બહાર કાઢવાની નોબત આવી હતી. શાળાએ જવા નીકળેલા 20 જેટલા વિદ્યાર્થીઓ ને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી
તો, ભારે વરસાદમાં રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાતા વાપી ચલા ઓવરબ્રિજ પર અને તેને જોડતા ગીતાનગર, ગુંજન, ઈમરાન નગર, આ...