
વાપી રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે આવી જતા રાજસ્થાની યુવકનું મોત
વાપી રેલવે સ્ટેશનની ઉત્તર તરફ દહાણું-વડોદરા એક્સપ્રેસ ટ્રેન અડફેટે આવી જતા એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાનના આ યુવકનું મૃત્યુ થતા તેના મૃતદેહની ઓળખ કરી હતી. જે બાદ વાપી રેલવે પોલીસે નજીકની ચલા સરકારી હોસ્પિટલ ખાતે PM કરાવી મૃતદેહને મૃતકના વાલી વારસ ને સુપ્રત કર્યો હતો. ઘટનામાં વધુ એકવાર વાપીમાં બિનવારસી મૃતદેહો ઉંચકતી જમીયતે ઉલમાં ટ્રસ્ટ વાપી ના પ્રમુખ ઇન્તેખાબ સહિત સંસ્થાના સભ્યોએ તેમની સેવા પૂરી પાડી હતી.
વાપી રેલવે પોલીસ સ્ટેશન તરફથી મળેલી વિગતો મુજબ 7મી જુલાઈએ સાંજના 16:55 વાગ્યે એક યુવક ટ્રેન અડફેટે આવી ગયો હતો. વાપીમાંથી પસાર થઈ રહેલા દહાણું-વડોદરા એક્સપ્રેસ ટ્રેન અડફેટે આવી જતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. જે અંગે વાપી રેલવે પોલીસને જાણકારી મળતા રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મધુબેન નટુભાઈને તપાસ સોં...