
વાપીમાં GIDC પોલીસ અને GPCBની સંયુક્ત કાર્યવાહીમાં Dupen Laboratories કંપનીમાંથી મળ્યો બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો
વાપી GIDC માં 100 શેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નંબર C1/49 માં કાર્યરત જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ડુપેન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ (Dupen Laboratories Pvt. Ltd.) માં વાપી GIDC પોલીસે બાતમી આધારે ખોદકામ કરી કંપની સંચાલકો દ્વારા જમીનમાં દાટેલો બાયો મેડિકલ વેસ્ટ બહાર કાઢ્યો હતો. પોલીસે આ અંગે GPCB ને જાણ કરતા GPCB ની ટીમે સ્થળ નિરીક્ષણ કરી જમીનમાં દાટેલ બાયોમેડીકલ વેસ્ટના સેમ્પલ લઈ રિપોર્ટ તૈયાર કરી તેને વડી કચેરીએ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપી GIDC પોલીસને બાતમી મળી હતી કે, વાપી GIDC માં 100 શેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નંબર C1/49 માં કાર્યરત ફાર્માસ્યુટિકલ કંપની ડુપેન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડ (Dupen Laboratories Pvt. Ltd.)ના સંચાલકો દ્વારા કંપનીમાંથી નીકળતો બાયો મેડિકલ વેસ્ટ સરકારની ગાઈડલાઈન મુજબ નષ્ટ કરવાને બદલે કંપની પરિસરમાં જ જમીનમાં દાટી દઇ જમીનને ...