વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, મતદાન અંગે સંપૂર્ણ વિગતો આપી
26 - વલસાડ (અ.જ.જા.) બેઠક પર તા. 7 મે ના રોજ મતદાન થનાર છે ત્યારે મતદારો નિર્ભિક અને ભય મુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની માહિતી મતદારો સુધી પહોંચે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી – વ – જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાનના દિવસે કોઈ પણ મતદારોને મતદાન મથક પર અગવડતા નહીં પડે તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં જે મતદાન મથકો પર ગત ચૂંટણીમાં ઓછુ મતદાન થયુ હતુ તેવા 135 બુથ આઈડેન્ટીફાઈ કરી મતદાન વધારવા માટે સ્વીપ એક્ટિવિટી હેઠળ અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. આચારસંહિતા ભંગની અત્યાર સુધી...