વાપીમાં આવેલ પતંગ બજારમાં નજીવા ભાવ વધારા સાથે વેરાયટીસભર પતંગોની ભરમાર
ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગ ઉડાવવાનો અનોખો તહેવાર. આ દિવસે આકાશમાં લાલ, પીળો, કાળો, વાદળી એક નહીં પણ અનેક રંગમાં અને વિવિધ આકારમાં પતંગો ઊડતા દેખાય છે. ‘કાઇપો છે..’ની ચિચિયારીઓથી આખું આકાશ ગુંજી ઊઠે છે. આ દિવસે આકાશમાં પક્ષીઓ કરતાં નાના મોટા, સુંદર મજાના પતંગોથી સમગ્ર આકાશ રંગીન થઇ જાય છે. જો કે કોવિડ મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી પતંગ અને દોરીના ઉત્પાદનમાં વિઘ્ન આવ્યું હતું. જે બાદ આ વર્ષે નજીવા 10 થી 15 ટકાના ભાવ વધારા સાથે વેરાયટીસભર પતંગો બજારમાં આવી છે.
આ અંગે વર્ષોથી હોલસેલ પતંગની દુકાન ચલાવતા વેપારી આલોક શાહે જણાવ્યું હતું કે, કોરોના પછી આ વર્ષે પતંગ બજારમાં 10 થી 15 ટકાના ભાવ વધારા સાથે તેજી જોવા મળી છે. જોકે હાલમાં પતંગ બજારમાં ઘરાકી ઓછી છે. જે ઉતરાયણના છેલ્લી ઘડીના એકાદ બે દિવસમાં નીકળશે. વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે પતંગ બજારમાં જયપુરી, અમદાવાદ, કલકત્તી, રા...