
પીગાળેલ ધાતુના 42 હજારના પાટા લઈ જતા એક ઇસમને જિલ્લા ટ્રાફિક પોલીસે ઝડપી લઈ ભિલાડ પોલીસને સુપ્રત કર્યો
વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વલવાડા મોહનગામ ફાટક પાસે પેટ્રોલિંગ માં રહેલ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા ના સ્ટાફે એક શંકાસ્પદ કાર ને રોકી તેમાંથી 42 હજારની ધાતુની પ્લેટ કબ્જે લેવા સાથે કાર ચાલકની ધરપકડ કરી ભિલાડ પોલીસને સુપ્રત કર્યો છે. કાર ચાલક પાસેથી મળી આવેલ ધાતુના પાટા ચોરીથી મેળવેલ હોવાની શંકા આધારે ભિલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જીલ્લા ટ્રાફીક શાખાનો સ્ટાફ ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે, વલવાડા ગામ મોહનગામ ફાટક પાસે ને.હા.નં 48 પર મુંબઇ થી સુરત તરફ જતા રોડ ઉપર વાહન ચાલતા વાહન ચેકીંગમાં એક GJ-15-CN-4529 નંબરની શંકાસ્પદ કાર ચાલકને અટકાવી તપાસ કરતા કારની ડીકી મા ન્યુઝ પેપરમાં વિટાળેલ ધાતુના પાટા મળી આવ્યા હતાં. જે બાબતે કાર ચાલક અમ્રત નાઈની પૂછપરછ કરતા તેમણે ચોક્કસ જવાબ આપ્યો નહોતો. તેમજ ધાતુની પ્લેટો અંગે બીલ કે આધાર પુરાવા રજૂ કરી શક્યો નહો...