વાપીની KBS કોલેજ ખાતે મહિલા પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત યોગ સંવાદ બેઠકનું આયોજન કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વિશ્વકક્ષાએ નામના અપાવી છે. બાબા રામદેવે યોગના અનેક પ્રશિક્ષણ વર્ગો ચલાવી સમાજને રોગ મુક્ત કર્યા છે. ત્યારે યોગ અંગે વધુને વધુ લોકો જાગૃત બને યોગથી રોગ મુક્ત બને તેવા ઉદ્દેશ્યથી વાપીમાં કાર્યરત મહિલા પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા KBS કોલેજ ખાતે સંયુક્ત યોગ સંવાદ બૈઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
KBS કોલેજ ખાતે આયોજિત સંયુક્ત યોગ સંવાદ બેઠક અંગે ગુજરાત યોગ બોર્ડના કોચ અને મહિલા પતંજલિ યોગ સમિતિના શિક્ષક શીતલ ત્રિગોતરાએ વિગતો આપી હતી કે, વર્ષ 2007થી વાપીમાં મહિલા પતંજલિ યોગ સમિતિમાં દ્વારા નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ વર્ગ ચલાવવામાં આવે છે. તેમજ હાલમાં ગુજરાત યોગ શિક્ષણ બોર્ડ દ્વારા પણ યોગને પ્રોત્સાહન આપવા યોગ ટ્રેનર બનાવવાનું શરૂ કર્યું છે. જેઓ વધુમાં વધુ યોગના વર્ગો ચલાવે આ મેસેજ વધુ માં વધુ લોકો સુધી પહોંચે. તેવા ઉદ્દેશ્યથી...