વાપીમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરાયું
26મી નવેમ્બરે દેશમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત વાપીમાં સંવિધાન ગૌરવ સમિતિ દ્વારા અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા ત્રિરત્ન સર્કલ ચણોદ થી છીરી, નવીનગરી ક્રિકેટ મેદાન સુુધીની ભવ્ય સંવિધાન તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડર ના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
26મી નવેમ્બર સંવિધાન દિવસ નિમિત્તે આયોજિત આ ભવ્ય રેલી અંગે સંવિધાન ગૌરવ સમિતિ ના સંયોજક ભીમરાવ કિશનરાવ કટકે એ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં સંવિધાન તૈયાર કર્યું હતું. જે ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલના સુપ્રત કર્યું હતું. ત્યાર પછી 26 જાન્યુઆરી 1949 ના દિવસે ભારત દેશમાં લોકશાહી પ્રણાલિકા મુજબ તે લાગુ કરાયું હતું.ત્યારથી આ દિવસને સંવિધાન દિવસ તરીકે ...