વાપીમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભીમ સૈનિકો રહ્યા ઉપસ્થિત
વાપીમાં 14 મી એપ્રિલે બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ વિશાળ રેલી ચણોદ થી નીકળી વાપીના વિવિધ વિસ્તારોમાં ફરી ત્રીનેત્ર સર્કલ ચણોદ ખાતે સંપન્ન થઈ હતી.
બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 14 એપ્રિલ 2024 ના રોજ 133મી જન્મ જયંતિ હતી. આ જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. બાબા સાહેબ આંબેડકર, સમ્રાટ અશોકા મહાત્મા જ્યોતિબા ફુલે સંયુક્ત સમિતિ વાપી ના નેજા હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં નીકળેલી શોભાયાત્રાનું ડો. બાબા સાહેબ આંબેડકર નગર સાગર ફળિયા ચણોદ થી પ્રસ્થાન થયું હતું.
ધજા પતાકા સાથેની આ શોભાયાત્રામાં ભીમરથ, ડીજે, ઢોલ નગારા તેમજ રમાઈ મહિલા બ્રિગેડની લેઝીમ પથક સામેલ કરાઈ હતી. જેણે શહેરીજનોમા...