ચટાઈના વેપારી બની આવેલા ગઠિયાઓ 65.94 લાખના દાગીના લઈ રફ્ફુચક્કર?
વાપીમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ 65,94,340 રૂપિયાની કિંમતનું દોઢ કિલો સોનુ, 20 કિલો ચાંદી અને ડાયમંડ સેટની ચોરી કરી રફ્ફુચક્કર થઈ જતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીએ ચટાઈના વેપારી બની નજીકની દુકાન ભાડે રાખી દીવાલમાં બાકોરું પાડી આ ચોરીને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જ્યારે, સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.
વાપીમાં ગુરુવારે વહેલી સવારે જવેલર્સની દુકાનમાં લાખોના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં વહેલી સવારે દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. અને દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતાં. વધુ તપાસ કરતા દુકાનમાં એક બાકોરું પડેલું હતું. એટલે દુકાન માલિકે તાત્કાલિક વાપી ટાઉન પોલીસને ...