દાદરા નગર હવેલીમાં આવેલ ફોરેસ્ટ સંચાલિત બટરફ્લાય પાર્ક અને પ્રકૃતિ પરિચય કેન્દ્ર વિદ્યાર્થીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પ્રવાસીઓ માટે હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં સોળે કળાએ ખીલેલા ઊંચા વૃક્ષો, ખળખળ વહેતી નદીઓ અને ફોરેસ્ટ દ્વારા તૈયાર કરેલા ગાર્ડન, બટરફલાય પાર્ક પ્રવાસીઓના અને તેમાં પણ વિદ્યાર્થીઓના મન મોહી રહ્યા છે. હાલમાં જ એક મહિનામાં ગુજરાત મહારાષ્ટ્રના અંદાજિત 3000 જેટલા વિદ્યાર્થીઓ એ અહીંના ખાનવેલ સ્થિત પ્રકૃતિ પરિચય કેન્દ્ર અને બટરફલાય પાર્કની મુલાકાત લઈ રોમાંચ અનુભવ્યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ખાનવેલ ખાતે વિશેષ પ્રકારે પ્રકૃતિ પરિચય કેન્દ્ર અને બટરફલાય પાર્ક તૈયાર કર્યો છે. પ્રકૃતિ પરિચય કેન્દ્રમાં દાદરા નગર હવેલીમાં આવેલા વન વિશે, વિવિધ પ્રકારના વૃક્ષો વિશે, બદલાતા વાતાવરણ વિશે, જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ વિશે, આ પ્રદેશના ઇતિહાસ વિશે અદભુત માહિતીનો સંગ્રહ કરી તેને રજૂ કરવામાં આવી છે.
 ...