Friday, January 31News That Matters

Tag: A dispute arose between the organization and the village head over possession of 24 gunthas of land in Karambelama

કરમબેલામા 24 ગુંઠા જમીનના કબ્જાને લઈ સંસ્થા અને ગામના ખાતેદાર વચ્ચે ઉભો થયો વિવાદ

કરમબેલામા 24 ગુંઠા જમીનના કબ્જાને લઈ સંસ્થા અને ગામના ખાતેદાર વચ્ચે ઉભો થયો વિવાદ

Gujarat, National
કરમબેલા ગામે નેશનલ હાઇવે નંબર 48 ટચ 24 ગુંઠા જમીનને લઈ ઉભો થયેલો વિવાદ પોલીસ મથક સુધી પહોંચ્યો છે. એક જ જમીન પર સર્વે નંબર અને સ્થળને લઈ ચાલતા વિવાદમાં બંને પક્ષોએ જમીન પોતાના કબ્જાની હોવાનું જણાવી એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપો કર્યા છે. બન્ને પક્ષો પોતાની પાસે રહેલા સરકારી ખરાઈ, નોંધણી થયેલ દસ્તાવેજી પુરાવા સાથે આ હક્ક દાવો કરી રહ્યા છે. જમીનના વિવાદ અંગે બંને પક્ષોના જણાવવા મુજબ આ વિવાદ જમીન પરના દબાણ કે કબ્જાને લઈને નહિ પરંતુ જમીનના સ્થળને લઈને છે. જેમાં જમીન પર કબ્જાનો દાવો કરતા બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાન ના હાલના ડાયરેકટર અશોક બીશ્નોઈએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના કરમબેલા ગામ ખાતે નેશનલ હાઇવેને અડીને આવેલ સર્વે નંબર 35/16 વાળી જમીનના 24 ગુંઠા જમીન 06/04/2018ના મૂળ માલિક સંજય મોહનલાલ પાસેથી સંસ્થાએ ખરીદી હતી. આ જમીન પર મંદિર, કોમ્યુનિટી હોલ બનાવવા 2018માં ક...