
વલસાડના આ 4 ગામને સંઘપ્રદેશમાં સામેલ કરવા ગાંધીનગરમાં લેવાશે નિર્ણય…? 28મી ઓગસ્ટે ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક…!
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદે આવેલ વલસાડ જિલ્લાના 3 ગામ અને દાદરા નગર હવેલીની મધ્યમાં આવેલ 1 ગામ મળી કુલ ગુજરાતના 4 ગામને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભેળવવા અંગે આગામી 28મી ઓગસ્ટના ગાંધીનગર ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે તેવી વિગતો સૂત્રો પાસેથી સાંપડી છે.
આ અંગે મળતી વિગતો મુજબ આગામી 28મી ઓગસ્ટના ગાંધીનગર ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક મળી રહી છે. ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે પશ્ચિમ ભારતના ત્રણ રાજ્યો અને એક સંઘ પ્રદેશની બેઠકમાં વલસાડ જિલ્લાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં ભેળવવાના નિર્ણય અંગે છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે.
સંઘ પ્રદેશ દમણ- દિવ અને દાદા નગર હવેલી તરફથી વર્ષોથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મધુબન ડેમ નજીકની જમીનનો કેટલોક હિસ્સો અને ચાર ગામો પોતાના ક્ષેત્રમાં...