
વાપીમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝે મેળવેલી સિદ્ધિઓ અને સમાજ ઉપયોગી કાર્યની ખુશીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
વલસાડ જિલ્લાના વાપી અને સરીગામ GIDC માં તેમજ મુંબઈ સ્થિત અગ્રણી કેમિકલ કંપની હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે હાલમાં જ મેળવેલી સિદ્ધિઓ, સમાજને ઉપયોગી એવા ટોયલેટ-બાથરૂમની સુવિધા પૂરી પાડી જાહેર જનતાને મદદરૂપ બનવા સાથે વાપીના પ્લાન્ટમાં નવી અદ્યતન ઓફિસના નિર્માણની ખુશીમાં 2 દિવસીય હેરંબા પ્રીમિયર લીગ 2022નું આયોજન કર્યું છે. કુલ 8 ટીમ વચ્ચે યોજાઈ રહેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કંપનીના જ અલગ અલગ 5 પ્લાન્ટમાંથી 112 કર્મચારીઓ તેમજ અન્ય સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વાપી GIDC ના 3rd ફેઝમાં અને સરીગામ ખાતે કાર્યરત હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કુલ 4 પ્લાન્ટ આવેલા છે. તેમજ મુંબઈમાં પણ કંપની પોતાની હેડઓફિસ અને પ્લાન્ટ ધરાવે છે. કંપનીએ હાલમાં કર્મચારીઓના સહયોગમાં અનેકગણી પ્રગતિ કરી છે. જેનું વધુ વિસ્તરણ કરવા નવી ઓફિસ બનાવી છે. તો, સામાજિ...