વરસાદી પાણીથી ભરાયેલ તળાવમાં ક્રિકેટ મેચ….! ભજીયા ખાવાનો કે મોબાઈલમાં ગેમ રમવાનો ટ્રેન્ડ જૂનો થયો….?
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સોમવારે સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વરસેલા 3 ઇંચ વરસાદે તેમજ અગાઉના 24 કલાકમાં વરસેલા 9 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ છે. ત્યારે, વરસાદી પાણીથી ભરાયેલ તળાવમાં આહુ ગામના યુવાનો ક્રિકેટ રમતા જોવા મળ્યા હતાં.
ચોમાસા દરમ્યાન સામાન્ય રીતે વરસાદી વાતાવરણમાં લોકો ઘરમા કે બહાર ગરમાગરમ ભજીયા ખાતા હોય છે. કેટલાક લોકો ઘરમાં બેસીને મોબાઇલ ગેમ રમતા હોય છે. પરંતુ ઉમરગામ તાલુકાના ખતલવાડા/નારગોલ રોડ પર આવેલ આહુ ગામના યુવાનો ઘૂંટણસમાં વરસાદી પાણીમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા હતાં. તાલુકામાં એક તરફ અનરાધાર મેઘથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે, વરસાદી માહોલમાં ક્રિકેટ રમતા આ યુવાનોના ચહેરા પર ચોગ્ગા-છગ્ગા મારવાનો હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.
આહું ગામમાં ભારે વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતાં. ઘૂંટણસમાં પાણી ભરાયા બાદ તેના નિકાલની વ્યવસ્થા ના હોય ય...