
વાપીના બલિઠા ખાતે હાઇવે પર કારના ચાલકે રેલિંગ તોડી સર્વિસ રોડ પર જતા મોપેડ ચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત
વાપી નજીક બલિઠા ખાતે નેશનલ હાઇવે નંબર 48 પર વિચિત્ર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનામાં હાઇવે પર કાર લઈને જતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે પરની લોખંડની રેલિંગ તોડી સર્વિસ રોડ પર એક્ટિવા લઈને જતા મોપેડચાલક ને અડફેટે લીધો હતો.
વાપી નજીક બલિઠામાં હાઇવે પર આવેલ મામલતદાર કચેરી પાસે એક કાર ચાલકે મોપેડચાલક ને અડફેટે લીધો હતો. અકસ્માતની આ ઘટનામાં મોપેડચાલક નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડના ફુરચેફુરચા ઉડી ગયા હતાં. ઘટના અંગે ટાઉન પોલીસે આપેલી વિગતો મુજબ સાંજના સમયે સફેદ કલરની GJ21-BC-4959 નંબરની કારમાં વલસાડથી વાપી તરફ આવતા કાર ચાલક એવા નિલકુમાર રામચંદ્ર પટેલે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે નંબર 48 પરથી કારને સીધી સર્વિસ રોડ માટે ઉભી કરેલી લોખંડ ની રેલિંગને અથડાવ...