વાપી પાલિકાની સામાન્ય સભામાં 3.56 કરોડની પુરાણવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું
સોમવારે 30મી જાન્યુઆરી 2023ના વાપી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ કાશ્મીરા શાહ દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ સાત મુદ્દાઓને સર્વાનું મતે બહાલી આપવામાં આવી હતી. જે બાદ વર્ષ 2022-23નું 3.56 કરોડની પુરાણવાળું અંદાજિત 133 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર શૈલેષ પટેલ અને પાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં વાપી સેવાસદનના હોલમાં સવારે 11:30 કલાકે સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા દ્વારા તારીખ 18/10/2022 ની મળેલ સામાન્ય સભા અને તારીખ 23/01/2023 ના રોજ મળેલ કારોબારી સમિતિની નોંધને બહાલી આપવામાં આવી હતી. સાથે વર્ષ 2022-23ના 9 માસિક હિસાબને પણ બહાલી અપાઈ હતી.
જ્યારે વાપી પાલિકાનું વર્ષ 2022-23 નું 3.56 કરોડની પુરાણવાળું...