વાપીના રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા ‘World Blood Donor Day’ નિમિત્તે હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રકતદાન કેમ્પનું કરાયું આયોજન
14મી જુનને વિશ્વભરમાં રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. માનવ જિંદગીને બચાવવામાં રક્તનું અમૂલ્ય મહત્વ છે. જે અંગે લોકોમાં જાગૃતિ આવે, લોકો રક્તદાન કરવા પ્રેરિત થાય તેવા ઉદેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને તેમજ વાપીના રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા 'World Blood Donor Day' નિમિત્તે વાપી GIDC માં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.વાપી તેમજ આસપાસના વિસ્તારમાં દર્દીઓને જ્યારે પણ રક્તની જરૂરિયાત ઉભી થાય છે. ત્યારે GIDC લાયન્સ શ્રીમતી પુરીબેન પોપટ લાખા બ્લડ સેન્ટર તે જરૂરિયાત પૂરી કરવામાં મહત્વનું યોગદાન આપે છે. જો કે, હાલમાં દરેક રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ વર્તાતી હોય છે. જેને નિવારવા વાપીના 3rd ફેઈઝમાં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ...