Friday, January 31News That Matters

Tag: A 9-year-old girl died among the 5 members of a family shifted to hospital after smoke suffocation in Vapi

વાપીમાં ધુમાડાના ગૂંગળામણ બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ પરિવારના 5 સભ્યો પૈકી 9 વર્ષની બાળકીનું મોત

વાપીમાં ધુમાડાના ગૂંગળામણ બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ પરિવારના 5 સભ્યો પૈકી 9 વર્ષની બાળકીનું મોત

Gujarat, National
વાપી ભડકમોરા-નાની સુલપડ વિસ્તારમાં એક ચાલીમાં રહેતા 5 વ્યક્તિઓને ધુમાડાને કારણે ગૂંગળામણ ની અસર થતા વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં એક 9 વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું પ્રસરી વળ્યું છે. ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથક અને હરિયા હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ નાની સુલપડ ખાતે કાલિદાસ ભાઈની ચાલીમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા મન્ટોસ નાખુંની રામ, પત્ની લલિતાદેવી રામ, 9 વર્ષીય પુત્રી સોનમકુમારી મન્ટોસ રામ અને તેમના બે સાળા બબલુકુમાર રજક, સોનુકુમાર રજક ઘરમાં હાજર હતાં. તે દરમ્યાન ઘરમાં રસોઈ દરમ્યાન ધુમાડાનું પ્રમાણ વધતા ગૂંગળાયા હતાં. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં પરિવારના પાંચેય સભ્યોને તાત્કાલિક ICU માં સારવાર માટે ખસેડાયા હતાં. જ્યા...