જનકલ્યાણ અને કોરોના જેવી બીમારીઓથી મુક્તિ મળે તે માટે વાપીમાં 7 દિવસીય 11 કુંડિય શિવ-શક્તિ મહાયજ્ઞનું આયોજન
આગામી 7મી જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી દરમ્યાન વાપીમાં શિવ-શક્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાપી સહિત સમગ્ર દેશના લોકો કોરોના જેવી બીમારીના ભયથી મુક્ત બને તેવા ઉદ્દેશ્યથી બરુમાળના સદગુરુ ધામના મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીની પ્રેરણાથી આયોજિત આ મહાયજ્ઞ માટે બુધવારે ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે યજ્ઞના યજમાન અને સંતો મહંતોના હસ્તે ધ્વજારોહણ તેમજ ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે બુધવારે શિવશક્તિ મહાયજ્ઞના આયોજન માટે ભૂમિ પૂજન અને ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. શિવશક્તિ મહાયજ્ઞ અંગે ભાવભાવેશ્વર સેવા સમિતિ વાપી ના પ્રવક્તા બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે, હાલમાં ફરી એકવાર આખું વિશ્વ કોરોના નામની બીમારીના ભય હેઠળ આવ્યું છે. જેઓને ભય મુક્ત કરવા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બરુમાળ સ્થિત સદગુરુ ધામન...