
વાપી ટાઉન પોલીસ મથકમાં બિહારના 26 વર્ષીય યુવકને ખેંચ આવતા મોતને ભેટ્યો!
વાપીમાં એક એપાર્ટમેન્ટમાં ઘુસી ગયેલ યુવકને વાપી ટાઉન પોલીસ ની ટીમેં પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ માટે બેસાડી રાખ્યો હતો. ત્યારે યુવકને અચાનક ખેંચ આવતા મૃત્યુ પામ્યો હતો. મૃતક મૂળ બિહારનો વતની હતો. જેના મૃત્યુ બાદ DYSP, મામલતદારે પોલીસ મથકે આવી યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને સુરત પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
વાપી ટાઉન પોલીસ મથકમાં ચોરીની શંકાએ પૂછપરછ માટે લાવેલા એક યુવકનું અચાનક મૃત્યુ નિપજતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતાં. આ અંગે DYSP વી. એન. પટેલે વિગતો આપી હતી કે વાપી ટાઉન પોલીસ મથકમાં બુધવારે 9:15 વાગ્યા આસપાસ અજિતનગર, યોગી એપાર્ટમેન્ટમાં રહેતા નીરવ શાહ નામના વ્યક્તિએ PSO ને ફોન કરી જણાવ્યું હતું કે એક અજાણ્યો યુવક તેમના એપાર્ટમેન્ટમાં ઘુસી ગયો છે.
આ વિગતો મળતા પોલીસની PCR ટીમ એપાર્ટમેન્ટમાં પહોંચી હતી. જ્યાં એપાર્ટમેન્ટના રહીશોએ એક વ્યક્તિન...