
વાપીના ઉંમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે ઇદ ની કુરબાની માટે તૈયાર કર્યો 132 કિલોનો ઉંચી નસલનો બકરો!
વાપી : વાપીમાં રહેતા ઉમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે તેમના ઘરે જ બકરી ઇદની કુરબાની માટે 132 કિલોનો બકરો તૈયાર કર્યો છે. ઉંમર ફારૂક નો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ સારી નસલના બકરા પાળે છે. તેઓને બકરા પાળવાનો શોખ છે. હાલમાં તેમની પાસે હિમાચલના વિલાયતી ઘેટાં સહિત રાજસ્થાન, પંજાબ, ગુજરાતના સારી નસલના 25 ઘેટાં-બકરા છે. જ્યારે બકરી ઇદની કુરબાની માટે કુલ 8 બકરાને જાતે જ પાળીને મોટા કર્યા છે.
દેખાવે તગડો લાગતો આ બકરો વાપીના ઉંમરફારૂક નામના મુસ્લિમ પરિવારનો છે. જેનું વજન 132 કિલો છે. જેને ખાસ કુરબાની માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઇદ માં અપાતી કુરબાની અને તે માટે પોતાના બાળકની જેમ બકરાને મોટો કરવા અંગે ઉમરફારૂકે જણાવ્યું હતું કે, જેમાં પોતાનાપણા નો ભાવ હોય જેની કુરબાની હંમેશા દિલમાં રહી જાય એ જ સાચી કુરબાની છે. એટલે તેમનો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ બકરાને દીકરાની જેમ પાળી ને...