દમણની રાધા માધવ રેસિડેન્સીમાંથી ગૂમ થયેલા એક 13 વર્ષીય કિશોરને દમણ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢીને વાલીને સુપ્રત કર્યો
દમણના દુણેઠા ગેટ નજીક આવેલી રાધા માધવ રેસિડેન્સીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પરાગ પ્રકાશ પાટીલનો 13 વર્ષીય પુત્ર ગઈ કાલે બપોર બાદ અચાનક ગૂમ થઇ ગયો હતો, જેને દમણ પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી માતાપિતા ને સુપ્રત કર્યો હતો.
ઘટના અંગે મળતી વિગતો મુજબ પરાગભાઈની પત્નીએ પરાગભાઈને ફોન પર તેમનો પુત્ર ગૂમ થઇ હોવાની જાણ કરતા પરાગભાઇ તાત્કાલિક ઘરે પહોંચીને પોતાના બાળકને શોધવાના કામે લાગી ગયા હતા, પરંતુ સાંજે સાત વાગ્યા સુધી પણ પુત્રનો કોઈ અતોપતો ના લાગતા આખરે પરાગભાઇ અને તેમની પત્નીએ મોડું થાય એ પહેલા દમણ પોલીસ સ્ટેશનમાં તેનો પુત્ર ગૂમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી,
જે બાદ હરકતમાં આવેલી દમણ પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવીને બાળકની શોધખોળ શરુ કરી દીધી હતી, પોલીસે બાળકનું પગેરું મેળવવા સૌપ્રથમ સોસાયટીના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં કિશોર સોસાયટીમાંથી નીકળીને કોલેજ ...