Friday, October 18News That Matters

Tag: 952600 kg of wood saved with cremation of 4763 dead bodies in 6 years at UPL-Muktidham Vapi

વાપીના UPL-મુક્તિધામમાં 6 વર્ષમાં 4763 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર સાથે 9,52,600 કિલો લાકડાની બચત કરી

વાપીના UPL-મુક્તિધામમાં 6 વર્ષમાં 4763 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર સાથે 9,52,600 કિલો લાકડાની બચત કરી

Gujarat, National
આજથી 6 વર્ષ પહેલા તા. 27 મે 2017 ના રોજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજના રાજ્ય કક્ષાના મંત્રી પુરષોતમભાઈ રૂપાલા અને રસાયણ અને ખાતર, માર્ગ પરિવહન, ધોરીમાર્ગો અને શિપિંગના રાજ્ય કક્ષાના મંત્રી મનસુખભાઇ માંડવીયાના વરદ હસ્તે, વાપી ઔદ્યોગિક ક્ષેત્ર અને તેની આસપાસની જાહેર જનતા માટે, VIA દ્વારા સંચાલિત - મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક આધુનિક અને ઇકો ફ્રેન્ડલી મુક્તિધામનું લોકાર્પણ વાપી ઔદ્યોગિક ક્ષેત્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આજ દિન સુધી લગભગ 4763 જેટલા મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે. જેને કારણે લગભગ 9,52,600 Kg જેટલા લાકડાની બચત થઇ છે. મુક્તિધામને 6 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે છેલ્લા 6 વર્ષનો ચિતાર મેળવવા અને તેની ઉજવણી રૂપે આજ રોજ upl -મુક્તિધામ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુક્તિધામની છેલ્લા 6 વર્ષની કામગીરી વિષે વિગતવાર ચિતાર મેળવવામાં આવ્યો...