વાપીમાં VHP દ્વારા 59માં સ્થાપના દિવસની કરાઈ ઉજવણી, વ્યક્તિગત ચરિત્ર નહિ પરંતુ રાષ્ટ્રલક્ષી ચરિત્રના વિકાસ માટે લીધા સંકલ્પ!
વલસાડના વાપી ખાતે આવેલ શ્રી સ્વામિ નારાયણ સ્કૂલ સલવાવ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા 59માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં, RSS ના સ્વયં સેવક દેવેન્દ્ર પીમ્પુટકર, વાપી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી સહિતના આગેવાનોએ રાષ્ટ્ર નિર્માણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
કાર્યક્રમ દરમ્યાન શ્રીરામ મંદિર નિર્માણ, શ્રીરામ સેતુ રક્ષા, સુરક્ષિત અમરનાથ યાત્રા, લવ જેહાદ પર પૂર્ણ પ્રતિબંધ, સેવા સમરસતા સુરક્ષા તથા સંસ્કારનો વિસ્તાર જેવા સંકલ્પો સાથે હિન્દૂ ધર્મનો પ્રચાર પ્રસાર થાય દેશના દરેક નાગરિકમાં વ્યક્તિગત ચરિત્ર નહિ પરંતુ રાષ્ટ્રીય ચરિત્રનો વિકાસ કરાવીએ તેવા સંકલ્પ લીધા હતા.
કાર્યક્રમમાં વૈદિક ખગોળશાસ્ત્ર, બ્રહ્માંડ, હિન્દૂ રાજાઓએ અન્ય આક્રમણખોરો સામે કરેલા ઐતિહાસિક યુદ્ધો, હિન્દૂ ધર્મ સંસ્કૃતિ શુ હતી જેવા વિષયો પર મહાનુભા...