Friday, January 31News That Matters

Tag: 58000 fine on sale of liquor-gutkha on beach in Daman and non-improvement even after ban on plastics

દમણમાં બીચ પર દારૂ-ગુટખાના વેંચાણ પર અને પ્લાસ્ટિક પરના પ્રતિબંધ બાદ પણ નહીં સુધરનારા સામે 58 હજારનો દંડ

દમણમાં બીચ પર દારૂ-ગુટખાના વેંચાણ પર અને પ્લાસ્ટિક પરના પ્રતિબંધ બાદ પણ નહીં સુધરનારા સામે 58 હજારનો દંડ

Gujarat, National
સંઘપ્રદેશ દમણમાં વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક અને ગુટખાના વેંચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે તે બાદ પણ કેટલાક લોકો તેનું ઉલ્લંઘન કરતા હોય વહીવટી તંત્રની ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દમણના દેવકા અને જમ્પોર બીચ પર 66 લોકો પાસેથી 58,200 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ વહીવટીતંત્ર દ્વારા આ દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ દરોડામાં દુકાનદારો અને પ્રવાસીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, ગુટખા અને દારૂના વેચાણ અને વપરાશ પર દંડ વસૂલવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર વતી દમણ નગરપાલિકા, જિલ્લા પંચાયત, એક્સાઇઝ અને મહેસૂલ વિભાગની ટીમોએ સ્થાનિક પોલીસની મદદથી વિવિધ સ્થળોએ દરોડા પાડીને 66 લોકોની અંગઝડતી કરી તેમની પાસેથી 58,200 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ કાર્યવાહીમાં દમણ નગરપાલિકા દ્વારા 12 લોક...