વલસાડના કપરાડા તાલુકાના બાબરખડક અને જોગવેલમાંથી 57 લાખના બિલ વગરના અનાજનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ
વલસાડ જિલ્લા SOG અને નાનાપોન્ઢા પોલીસ દ્વારા જિલ્લાના કપરાડા તાલુકાના બાબરખડકમાં ચાલતી સિલ્વર ફૂડ કંપની તેમજ, જોગવેલમાં ચાલતી ફ્લોર એન્ડ રાઈસ મિલમાંથી ગેરકાયદેસર અનાજ અને લોટનો જથ્થો કબ્જે કરી 2 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાયો છે.
પોલીસે જપ્ત કરેલ જથ્થામાં બિલ વગરનું ગેરકાયદેસર અનાજ લાવી તેને દળીને 5 કિલો, 10 કિલોના લોટના પેકેટ બનાવી બજારમાં વેચાણ કરાતા હોવાની બાતમી પોલીસને મળતા સ્થળ તપાસ હાથ ધરી ગેરકાયદે કારોબરનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની ટીમે બે સ્થળેથી કુલ 57 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે હાથ ધરેલી તપાસમાં કપરાડા તાલુકામાં બાબરખડકમાં આવેલી સિલ્વર એગ્રો ફૂડ પ્રોડક્ટ કંપનીમાં રેડ કરતાં 31,11,200 રૂપિયાની 2676 નંગ 50 કિલો ઘઉંની બોરી, 1,93,800 રૂપિયા નો 510 પેકેટ આટો, 25 કિલો આટાના 1128 પેકેટ જેની કિંમત 2,25,600 રૂપિયા, 88,400...